અમદાવાદ: વન્ય જીવો જંગલના સીમાડા વટાવી શહેરમાં પ્રવેશ્યા, સનાથલ સર્કલ પાસે દીપડાએ દેખા દેતા ફફડાટ

New Update

અમદાવાદ શહેરમાં સનાથલ સર્કલ પાસે બુધવારે રાત્રે દીપડો દેખાતા ફફડાટ ફેલાઈ ગયો છે વનવિભાગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દીપડાએ નીલ ગાયનું મારણ પણ કર્યું છે. હાલ વન વિભાગને દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે અને દીપડાને પકડવા સનાથલ વિસ્તારમાં પાંજરાં મુકવામાં આવ્યા છે તો વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.

શહેરના સનાથલ સર્કલ પાસે કોઈ હિંસક પ્રાણી જોવા મળ્યું છે તેવો મેસેજ મળતા વન વિભાગ પણ સનાથલ સર્કલ પાસે પહોંચી ગયો હતો. સ્થળ પર તપાસ કરતા દીપડાએ નીલ ગાયના બચ્ચાનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. સરખેજ થી માત્ર એક કિલોમીટર દૂર આવેલા સનાથલ સર્કલ પાસે ખેતરમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકોમાં દિવસ દરમિયાન જોર પકડ્યું હતું.

આ ઉપરાંત દીપડા દ્વારા નીલ ગાયના બચ્ચાનું મારણ કર્યું હોવાનું પણ સ્થળ પરથી જાણવા મળ્યું હતું. તેના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારે દીપડો દેખાયો હોવાની જાણ વન વિભાગને કરી હતી ત્યારબાદ વન વિભાગે લોકોને રાત્રે બહાર ના નીકળવા સલાહ આપી છે તો અલગ અલગ 3 પાંજરા પણ મુકવામાં આવ્યા છે.

Latest Stories