Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર, કોરોનાની રફ્તાર ધીમી પડતાં ટેસ્ટિંગ ડોમ થયા ખાલીખમ...

રાજ્યભરમાં કોરોનાની રફ્તાર પર બ્રેક લાગતાં પ્રતિ દિવસ કેસ ઘટી રહ્યા છે. કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે

X

રાજ્યભરમાં કોરોનાની રફ્તાર પર બ્રેક લાગતાં પ્રતિ દિવસ કેસ ઘટી રહ્યા છે. કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેરમાં ઉભા કરાયેલા ટેસ્ટિંગ ડોમ હવે ખાલીખમ જોવા મળતા અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર છે.

કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ ખાતે લોકો લાંબી કતારોમાં જોવા મળતા હતા. પહેલા 11 વાગે પણ 25થી 30 લોકો કતારોમાં જોવા મળતા હતા. પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થતાં અહીના ટેસ્ટિંગ ડોમ હાલ ખાલીખમ જોવા મળે છે. પહેલા દિવસ દરમ્યાન 200 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. પરંતુ હાલમાં માંડ 50 જેટલા કેસ થાય છે. પોઝિટિવ કેસ રેશિયો ખૂબ જ ઓછો જોવા મળે છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, આ સમાચાર અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર છે. કનેક્ટ ગુજરાતના પ્રતિનિધિ મયુર મેવાડાએ કોરોના ટેસ્ટિંગ સ્ટાફના મહિલાકર્મી અસ્મિતા ચૌધરી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Next Story