Connect Gujarat
અમદાવાદ 

પીએમ મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં કરશે મેગા રોડ શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં કરશે મેગા રોડ શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
X

વાઈબ્રન્ટ સમિટ પહેલા વડાપ્રધાન મોદી આજે ટ્રેડ શૉનું ઉદ્ધાટન કરશે. 'ગ્લોબલ ટ્રેડ શો' માં વિઝિટીંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશ ભાગ લેશે. જે બાદ સાંજે યુએઇના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી મેગા રોડ શો યોજશે.એરપોર્ટ પરથી ઈન્દિરા બ્રિજ સુધી બંને નેતાઓ રોડ શૉ યોજશે. વાઈબ્રન્ટ સમિટિને લઈને અમદાવાદ એરપોર્ટ પર આજથી મહેમાનોનું આગમન શરૂ થયું હતું. જેને લઈને પોલીસે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સવારે 9.20 વાગ્યે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિરે પહોંચશે. બાદમાં સવારે 9.20થી 9.30 વાગ્યે તેઓ અધિકારીઓ સાથે બ્રિફિંગ કરશે. ત્યારબાદ સવારે 9.30થી 10 વાગ્યે વડાપ્રધાન મોદી ટીમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે.

વડાપ્રધાન મોદી સવારે 10.10થી 11.45 વાગ્યા સુધી 5 ગ્લોબલ કંપનીના CEO સાથે બેઠક કરશે. સવારે 11.15થી 12.15 વાગ્યાનો સમય અનામત રખાયો છે. બપોરે 12.15થી 12.25 વાગ્યા સુધી તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે 12.25થી 1 વાગ્યા સુધી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે.

વડાપ્રધાન મોદી બપોરે 1.15 વાગ્યે મહાત્મા મંદિરથી રવાના થશે. બપોરે 1.25 વાગ્યે PM મોદી રાજભવન પહોંચશે. બપોરે 2.45 વાગ્યે PM મોદી રાજભવનથી રવાના થશે. બપોરે 2.55 વાગ્યે હેલિપેડ એક્ઝીબિશન સેંટર પહોંચશે. બપોરે 3.થી 4 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાંજે 4.10 વાગ્યે મહાત્મા મંદિરે પહોંચશે. સાંજે 4.50 વાગ્યે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.

વડાપ્રધાન મોદી સાંજે 5.20 વાગ્યે એરપોર્ટ પર પહોંચશે. સાંજે 5.30 વાગ્યેથી 5.40 વાગ્યે UAEના રાષ્ટ્રપતિને આવકારશે. સાંજે 5.45 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટથી રોડ શો કરશે. સાંજે 6.10 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે હોટલ લીલા પહોંચશે. સાંજે 6.15થી 8.30 વાગ્યે UAEના વડા સાથે બેઠક અને ભોજન કરશે. રાત્રે 8.30 વાગ્યે PM મોદી રાજભવન જવા રવાના થશે. રાત્રે 8.45 વાગ્યે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે.

Next Story