સાયબર ફ્રોડનો પર્દાફાશ..! : અમદાવાદમાં આધારકાર્ડમાં એડ્રેસ બદલી બેંક એકાઉન્ટ ખોલાવતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ...

સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા

New Update
  • સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા

  • રાજસ્થાની ગેંગના 11 સભ્યોની કરી ધરપકડ

  • આધારકાર્ડમાં એડ્રેસ બદલીને કરતાં હતા ફ્રોડ

  • બેંક એકાઉન્ટ ખોલવા માટે કરતાં હતા ઉપયોગ

  • ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાતા હતા : સાયબર ક્રાઇમ

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે આધારકાર્ડમાં એડ્રેસ બદલી ચાઈનીઝ ગેંગને મદદ કરી સાઇબર ફ્રોડ આચરતી ગેંગના 11 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સાઇબર ફ્રોડ કરતી ગેંગના 11 સભ્યોને ઝડપી લેવામાં સફળતા મળી છે. સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા હતા.

ઉપરોક્ત મકાનમાં તપાસ કરતા ત્યાંથી 12 મોબાઈલ10 ડુપ્લીકેટ આધાર કાર્ડ અને 10 ઓરીજીનલ આધારકાર્ડ12 પાનકાર્ડ21 ચેકબુક10 પાસબુક15 સીમકાર્ડ તેમજ 43 એટીએમ1 ભાડાકરાર પણ મળી આવ્યા હતા. આરોપી રાકેશ બિશનોઈ પાસેથી એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા.

આ સાથે જ મકાનમાં રહેતા સુરેશ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કેમકાનમાં રહેનારા તમામ લોકો રાજસ્થાનના જોધપુરના આસપાસના વિસ્તારોમાંથી અમદાવાદ આવ્યા છેઅને તમામ લોકો અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી અમદાવાદ સહિત મહારાષ્ટ્રની અલગ અલગ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આવી રીતે 26 બેંકમાં ખાતા ખોલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ એકાઉન્ટ સાઇબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઈનીઝ ગેંગને ભાડે આપવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. ટેક્નિકલ એનાલિસિસને આધારે સામે આવ્યું છે કેઆરોપીઓ દ્વારા ભારતના અલગ અલગ 21 જેટલા રાજ્યોમાં તેમણે એકાઉન્ટ ભાડે આપ્યા છે. જેને લઈને તેમના વિરુદ્ધ અત્યાર સુધીમાં ઓનલાઈન 109 જેટલી ફરિયાદો પણ મળી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆધારકાર્ડને લગતી કામગીરી કરતું કોઈ વ્યક્તિ પણ સમગ્ર કેસમાં સામેલ હોવાની પોલીસને શક્યતા દેખાઈ રહી છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.