/connect-gujarat/media/media_files/2025/12/06/ias-pradeep-sharma-2025-12-06-18-58-02.jpg)
અમદાવાદમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને લઈને ચાલી રહેલા વર્ષો જૂના કેસનો આજે ચુકાદો આવ્યો છે. ED કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. કોર્ટમાં વર્ષોથી ચાલતી સુનાવણીઓ, પુરાવા અને તપાસની વિગતો આધારે નિર્ણય આવ્યો છે કે જિંદાલ કંપનીને જમીન વેચાણ પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ કરવામાં આવી હતી અને એમાં પ્રદીપ શર્માની સીધી ભૂમિકા હતી.
આ પુરા કેસ દરમિયાન ED એ દાવો કર્યો હતો કે પ્રદીપ શર્માએ પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ED દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો, બેન્કિંગ ટ્રેઇલ, અને જમીનની કિંમતોમાં થયેલા ગોટાળાને આધારે કોર્ટએ EDના દાવામાં મજબૂત આધાર માન્યો છે. કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા બાદ, આગામી તબક્કામાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. સજા સંબંધી નિર્ણય ટૂંક સમયમાં જ જાહેર થશે.