Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ મોડી, તો કેટલીક ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોમાં રોષ..!

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમાં ભારે વધારો થયો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ મોડી, તો કેટલીક ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોમાં રોષ..!
X

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી એક દિવસમાં 32,000 પેસેન્જર્સ મુસાફરી કરવાનો આંક વટાવ્યો છે. જોકે, અહી આવતા મુસાફરોને ઘણી વખત હાલાકીનો સામનો પણ કરવો પડે છે. તેવામાં આજે અમદાવાદથી મુંબઈ તરફ જતી ગો ફર્સ્ટ એરવેઝની ફ્લાઇટ આશરે 2.30 કલાક મોડી પડતાં મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ આજે તેના નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી. જેમાં ગો ફર્સ્ટ એરવેઝની ફ્લાઇટ નંબર G-2 2505 3.05 કલાકની હતી, જે 2.30 કલાકથી વધુ સમય માટે મોડી પડી હતી. સાંજે 5 વાગ્યા સુધી પણ ફ્લાઇટ નહીં આવતા મુસાફરો અટવાયા હતા. એટલું જ નહીં, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને યોગ્ય જવાબ આપવા માટે ગો ફર્સ્ટ એરવેઝના કોઈપણ કર્મચારી હાજર નહીં રહેતા તેમજ નબળી સેવા મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વારાણસી અને તેની આસપાસના વિસ્તારોમાં ખરાબ વાતાવરણના કારણે વિમાન સેવામાં ભારે અસર પડી છે. વારાણસીથી અમદાવાદ આવતી ફ્લાઇટ મોડી પડી હતી, અને અમદાવાદથી વારાણસી જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ મોડી પડી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story