Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ મહાનગર પાલિકાની કડક કાર્યવાહી,પ્રોપર્ટી ટેક્સ ભરવા ફરમાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા આજથી બાકી પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજ માફી વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાશે.

અમદાવાદ મહાનગર પાલિકાની કડક કાર્યવાહી,પ્રોપર્ટી ટેક્સ ભરવા ફરમાન
X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા આજથી બાકી પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજ માફી વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાશે. આગામી તા.31 માર્ચ, 2023 સુધી ચાલનારી આ યોજના અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સની મુદ્દલ જ ભરવાની રહેશે.એક તરફ સત્તાધીશો બાકી ટેક્સ ધારકો માટે લોભામણી યોજના લઈને આવી રહ્યા છે, બીજી તરફ આવા લોકો સામે કાયદાનો સકંજો કસીને તેઓ બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે દોડતા થાય તેવા પ્રયાસ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા 59 કો‌મર્શિયલ મિલકતોની યાદી જાહેર કરવામાં આવી છે. આ એવી મિલકત છે કે જેમનો કુલ રૂ.16.67 કરોડથી પણ વધુ ટેક્સ ચૂકવ્યો નથી, જો આ મિલકતોના કબજેદાર આગામી 7 થી 10 દિવસમાં તેમનો બાકી રહેલો પ્રોપટી ટેક્સ ભરપાઈ નહીં કરે તો તેમની મિલકતની જાહેર હરાજી કરાશે તેવી ચેતવણી પણ તેમને સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી છે, જોકે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ લાલઘૂમ થતા બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Next Story