અમદાવાદ : ટ્રાફિક નિયમનો ભંગ કરતાં વાહનચાલકો ચેતી જજો, હવે ટ્રાફિક પોલીસ POS મશીનથી દંડ વસૂલશે

અમદાવાદ : ટ્રાફિક નિયમનો ભંગ કરતાં વાહનચાલકો ચેતી જજો, હવે ટ્રાફિક પોલીસ POS મશીનથી દંડ વસૂલશે
New Update

અમદાવાદ શહેરમાં જો હવે તમે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પકડાયા અને દંડ માટે રોકડ રકમ ન હોવાનું બહાનું બતાવ્યું તો ચેતી જજો. કારણ કે, આજના ડિજિટલ યુગ સાથે ટ્રાફિક પોલીસ પણ હવે હાઈટેક બની છે. હવે ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ પોલીસ ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવા જઈ રહી છે.

દેશમાં ટેકનોલોજીના બદલતા યુગ સાથે હવે સરકારી વિભાગ પણ હાઈટેક બની રહ્યું છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ હવે દંડ વસૂલવા માટે હાઇટેક બની છે. હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ માટે હાનાકાની કરતાં વાહનચાલકો પાસેથી POS મશીનથી દ્વારા દંડ વસૂલ કરવામાં આવશે. આ મશીન દ્વારા લોકો હવે કાર્ડ પેમેન્ટ, UPI, QR કોડ અને ભીમ એપ જેવા માધ્યમોથી પેમેન્ટ કરી શકાશે.

હાલમાં POS મશીન માટે ટ્રાફિક પોલીસે SBI બેન્ક સાથે MOU કર્યા છે. જેમાં પ્રાથમિક તબક્કે 300 મશીન ટ્રાફિક પોલીસને આપવામાં આવશે. જોકે, આ મશીનમાંથી દંડ વસૂલવા બદલ જે તે વાહનચાલકને રસીદ પણ આપવામાં આવશે. એટલું જ નહીં જો કોઈ વાહનચાલક પોલીસ સાથે માથાકૂટમાં ઉતરશે, તો તેનો ફોટો કે વિડીયો પણ આ મશીનથી ઉતારી શકાશે. એટલે કહી શકાય કે, ટ્રાફિક પોલીસે પણ હવે ડિજિટલ પેમેન્ટની શરૂઆત કરી છે. જેનાથી ટ્રાફિક પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઓછું થશે. તો સાથે જ જે લોકો નિયમ ભંગ કરશે તેને સ્થળ પર જ રસીદ આપવામાં આવશે.

#Ahmedabad #Traffic #traffic police #Connect Gujarat News #Ahmedabad News #POS Machine
Here are a few more articles:
Read the Next Article