• વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની અમદાવાદને યજમાની

  • શહેરના હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણનો મોટો જુવાળ આવ્યો

  • હોટલ ક્ષમતા વધી આગામી સમયમાં બમણી થવાની શક્યતા

  • હોટલ ચેઈન્સ અત્યારથી આકાર આપી રહી છે નવા પ્રોજેક્ટ્સ

  • શહેરના પ્રવાસન અને અર્થતંત્ર માટે કાયમી સંસાધનનું નિર્માણ 

આગામી વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા જ અમદાવાદના હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણનો મોટો જુવાળ આવ્યો છે. અમદાવાદ શહેરની હોટલ ક્ષમતા હાલના 15 હજાર રૂમથી વધીને આગામી સમયમાં બમણી થવાની શક્યતા છે. ગિફ્ટ સિટી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધતા આંતરરાષ્ટ્રીય આયોજનોને પગલે અગ્રણી હોટલ ચેઈન્સ અત્યારથી જ નવા પ્રોજેક્ટ્સ આકાર આપી રહી છે.

તો બીજી તરફસરકાર પીપીપી (PPP) મોડલ દ્વારા અમદાવાદમાં એવું સચોટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છેજે રમત-ગમતની ઈવેન્ટ બાદ પણ સફેદ હાથી‘ બનવાના બદલે શહેરના પ્રવાસન અને અર્થતંત્ર માટે કાયમી સંસાધન બની રહે.