ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ચાર વર્ષના સમયગાળા સુધી પુરુષ અને મહિલા ક્રિકેટ મેચના પ્રસારણ હકો ભારતની મોટી મીડિયા કંપની Disney Star આપવાનો નિર્ણય લીધો છે. ICCના આ નિર્ણય બાદ Disney Star 2024 થી 2027 સુધી ICCની બધી મેચ પોતાના પ્લેટફોર્મ પર દેખાડી શકશે.
જોકે આ પહેલા પણ Disney Starને મીડિયા હકો મળેલા હતા તેથી કંપનીને આઈસીસીના મીડિયા હકો ફરી મળ્યાં છે. શુક્રવારે સ્ટાર, સોની, વાયકોમ અને ઝીએ ક્રિકેટ મેચના પ્રસારણ મેળવવા નિવિદા રજૂ કરી હતી. શનિવારે આ બીડ ખોલવામાં આવી હતી જેમાં ડિઝની સ્ટારે મેદાન માર્યું હતું.
