ભરૂચના દ્રશ્યો સામે આવ્યા

સિવિલ હોસ્પિટલ રોડના દ્રશ્યો

સુરક્ષા વગર કામદારો કરી રહ્યા છે કામ

ડીવાયડર રંગવાની કામગીરી

બેરીકેકેળ વગર કામદારોના જીવ જોખમમાં

ભરૂચના અતિ વ્યસ્ત સિવિલ હોસ્પિટલ રોડ પર ડિવાઈડરને રંગવાની કામગીરી દરમિયાન સુરક્ષાના અભાવને લઈને સવાલો ઊભા થયા છે. રાત્રિના સમયે કરવામાં આવતી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડ પર ડિવાઈડરને રંગવાની કામગીરી દરમિયાન ન તો કોઈ ચેતવણી આપતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે કે ન તો વાહનચાલકોને સાવચેત કરવા માટે યોગ્ય બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. માત્ર કલરના ડ્રમ મૂકીને કામગીરી શરૂ કરી દેવામાં આવતા કામદારોના જીવ જોખમમાં મુકાયા છે.આ માર્ગ પર દિવસ-રાત વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થા વિના કામગીરી કરવી અકસ્માતને આમંત્રણ આપવા સમાન બની શકે છે. કામદારો પણ વાહનોની અવરજવરને કારણે ભયના માહોલમાં કામગીરી કરવા મજબૂર બન્યા છે.સૌથી મોટો સવાલ એ છે કે જો કામગીરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા કે કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર?

ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરી કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.