• સહકાર ગ્રુપ યુવા મંડળની અનોખી સેવા 

  • રાહદારીઓને ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ

  • પાંચબત્તી સર્કલ ખાતે 300 લીટર છાશનું વિતરણ

  • સેવાકીય કામગીરીને લોકોએ બિરદાવી

  • કોંગ્રેસના નગરસેવક સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત 

ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સહકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો હતો.શહેરના પાંચ બત્તી સર્કલ ખાતે યુવા મંડળના કાર્યકરો દ્વારા આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સહકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાની સુવાસ પ્રસરાવવામાં આવી હતી.ગરમીથી ત્રસ્ત રાહદારીઓવાહનચાલકો અને સ્થાનિક લોકોને છાશ પીવડાવી ગરમીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સેવાકીય કામગીરીને લોકો દ્વારા પણ સરાહના મળી હતી.આ પ્રસંગે વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે યુવાનોના આ સેવાભાવી કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે સમાજમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ થાય તેવી જરૂર છે.આ કાર્યક્રમ દરમિયાન યુવા કોંગ્રેસના આગેવાનો તથા સહકાર ગ્રુપ યુવા મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.