કોરોનાનો કહેર હવે ન્યુઝીલેન્ડમાં પણ પહોંચ્યો, એકનું મોત

Update: 2020-03-29 12:09 GMT

ન્યુઝીલેન્ડમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયુ હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં મૃતક 70 વર્ષિય વુદ્વા છે. ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યાં અનુસાર મૃતકને ગયા અઠવાડિયે તાવ અને શરદીની ફરિયાદ ઉઠી હતી, ત્યારબાદ વૃદ્ધાને વેસ્ટ કોસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ તકે સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. સારવાર દરમિયાન હોસ્પિટલના સ્ટાફે પણ સલામતી દાખવી હતી. જેથી હોસ્પિટલના 21 કર્મચારીઓને અલગ રખાયા છે. અત્યાર સુધીમાં ન્યુઝીલેન્ડમાં સંક્રમિત લોકોની સંખ્યા 514 પર પહોંચી છે.

Similar News