અંકલેશ્વર : કલેકટર તુષાર સુમેરાએ ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્રની મુલાકાત લીધી, મતદાન પ્રક્રિયાની કરી સમીક્ષા...

100 ટકા મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયત્નો કરાયા, ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર ખાતે ચાલતી મતદાન પ્રક્રિયા.

Update: 2024-05-07 08:17 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર ખાતે મતદાન પ્રક્રિયાની જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સમીક્ષા કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ભરૂચમાં લોકસભાની ચૂંટણીના રંગ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મહાઉત્સવમાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ તેમજ અંકલેશ્વરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી. અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયાની જિલ્લા કલેકટરે સમીક્ષા કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ગટ્ટુ વિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્ર ખાતે ચાલતી મતદાન પ્રક્રિયાઆ તકે વધુમાં વધુ મતદાન થાય તેવી જિલ્લા કલેકટરે લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News