"વડોદરામાં બે દિવસીય ડીજીટલ માર્કેટિંગ વર્કશોપ યોજાશે."

Update: 2016-03-31 07:04 GMT

વડોદરા માં પ્રથમ વખત બે દિવસીય ડીજીટલ માર્કેટિંગ વિષય પર પ્રેક્ટીકલ વર્કશોપ યોજાશે.ગુજરાતની સોશ્યલ મીડિયા કન્સલ્ટીંગ એન્ડ ટ્રેનીંગ એજન્સી કોન્વોફીલીયા દ્વારા ITM યુનિવર્સ ના સહયોગ થી તારીખ 1 અને 2 એપ્રિલ 2016 ના રોજ આ વર્કશોપ યોજાશે.

વડોદરાના ITM યુનિવર્સ ખાતે યોજાનાર ડીજીટલ માર્કેટિંગ વર્કશોપ માં મુંબઈ ના ડીજીટલ માર્કેટિંગ એક્ષપર્ટ અનંથનારાયણન વી નાઓ SEO,ઓનલાઈન એડવરટાઈઝીંગ એન્ડ માર્કેટિંગ,ગુગલ એનાલીટીક્સ એન્ડ ડીજીટલ મીડિયામાં સફળતા મેળવવા સહિતની મહત્વપૂર્ણ સોશ્યલ મીડિયાને લગતા મુદ્દાઓ પર માહિતી આપશે.

જયારે સોશ્યલ મીડિયા કન્સલ્ટીંગ એન્ડ ટ્રેનીંગ એજન્સી કોન્વોફીલીયાના એક્ષપર્ટ અને કન્સલટન્ટ ડો.ખુશ્બુ પંડ્યા દ્વારા લોકોમાં ડીજીટલ એજ્યુકેશન પ્રત્યેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરવાનાં હેતુ આ ડીજીટલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ.

Tags:    

Similar News