અમદાવાદ : રૂ. 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની સુંદરતામાં કરાશે વધારો, ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગને AMCની મંજૂરી

Update: 2020-10-27 11:46 GMT

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બન્ને તરફ રિવરફ્રંટ બનાવામાં આવ્યો છે, ત્યારે સાબરમતી રિવરફ્રંટને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સાબરમતી નદી પર રિવરફ્રંટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગને મ્યુન્સિપલ કોર્પોરેશનની મંજૂરી મળી ગઇ છે. આ પ્રોજેક્ટ રિવરફ્રન્ટની સુંદરતામાં વધારો કરશે તેના માટે ડિઝાઇનને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રંટને લઇને અગત્યના સમાચાર મળ્યા છે. જેમાં રિવરફ્રંટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની મંજૂરી મળી ગઇ છે. જેના કારણે રિવરફ્રંટના પૂર્વ અને પશ્ચિમના કિનારામાં વધારો થશે. સાબરમતીના રિવરફ્રંટની પૂર્વમાં 5.8 કીમી જ્યારે પશ્ચિમ રિવરફ્રંટમાં 5.2 કીમીનો ઉમેરો થશે. જેમાં ઇન્દિરા બ્રિજ સુધી બન્ને કિનારા લંબાવામાં આવશે, ત્યારે તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રંટના ફેઝ-2 કન્સેપ્ટ પ્લાનિંગને મંજૂરી અપાતા આશરે 11.5 કિ.મીનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. આમ મંજૂરી મળ્યા બાદ કામગીરી હાથ ધરાતા સાબરમતી રિવરફ્રંટ 34 કિમીનો બનશે. આ સાથે સાબરમતી નદીની બન્ને બાજુ વિકાસ કાર્યો કરવામાં આવશે. જોકે ફેઝ-2ની કામગીરીમાં આશરે 850 કરોડનો ખર્ચ થશે. જેમાં નદીની બન્ને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્ક્સ તથા રહેણાંક અને વાણિજ્ય પ્રકારના વિકાસ કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News