અમદાવાદ : જીઆઇડીસી વિસ્તારમાં વાહનચોરી કરતો તસ્કર ઝડપાયો, જુઓ કયાં સંતાડતો હતો બાઇક

Update: 2021-01-23 05:19 GMT

અમદાવાદ શહેરના જીઆઇડીસી વિસ્તારમાં પાર્ક થયેલા વાહનોની ચોરી કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે..આરોપી ચોરી કરેલી બાઇક વેચે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે તેને દબોચી લીધો છે. તેની પાસેથી ચોરીની 20 જેટલી બાઇક કબજે લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ગોવિંદ ઠાકોર છે. જે મૂળ રણોદરા ગામનો વતની છે.આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ચોરીના બાઈક સાથે ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરતા તેની પાસેથી 20 ચોરીના બાઇકો કબજે કરવામાં આવ્યા છે. આરોપી નિકોલ અને ઓઢવ વિસ્તારના જીઆઇડીસીમાં ફરતો અને બાઈક ચોરી કરી કરી નદીના પટમાં આવેલા અવાવરું જગ્યાએ છુપાવી રાખતો હતો. આરોપી ચોરી કરેલા બાઈક વહેચે તે પહેલા ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી ને ચોરીના 4.65 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી માસ્ટર કીની મદદથી બાઇકના સ્ટીયરીંગ લોક ખોલી બાઇક લઇ ફરાર થઇ જતો હતો. અત્યાર સુધીમાં તેણે 22 જેટલા ગુનાની કબુલાત કરી છે.

Tags:    

Similar News