અમદાવાદ : કથિત ચેટ વાયરલ થયાં બાદ અર્ણબ ગોસ્વામી પર લટકતી તલવાર! ગુજરાતમાં પણ વિરોધ

Update: 2021-01-23 12:26 GMT

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અર્ણબ ગોસ્વામીના વોટ્સએપ સંદેશાઓ લીક થવાના મામલે ગંભીર આરોપ લગાવ્યા અને મહારાષ્ટ્ર સરકારને માંગ કરી કે અર્ણબ ગોસ્વામી અને પાર્થો દાસગુપ્તાના નાર્કો ટેસ્ટ કરવામાં આવે જેથી સત્ય સામે આવે લોકશાહીના ચોથા સ્થંભનો મોદી સરકાર દુરુપયોગ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

થોડા દિવસ પૂર્વે રિપબ્લિ ચેનલનાં માલિક અને સંપાદક અર્ણબ ગોસ્વામીની કથિત વ્હાટ્સએપ ચેટ વાયરલ થયાં બાદ કેટલીક વાતોને લઈને અર્ણબની ટીકા થઈ રહી છે. અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ દેશદ્રોહી સહિતનાં ગુના દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ટીઆરપી સ્કેમ અને વ્હાટ્સએપ ચેટ મામલે અર્ણબ ગોસ્વામી મુંબઈ પોલીસનાં સકંજામાં આવ્યો છે. ત્યારે હવે આ વિરોધનાં પડઘા હવે ગુજરાત સુધી પહોંચી ગયા છે. એક તરફ મુંબઈમાં અર્ણબ વિરુદ્ધ કોંગ્રેસે મોરચો ખોલ્યો છે. તો આજરોજ અમદાવાદ ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ આ મુદ્દે અર્ણબ પર ગંભીર આરોપ લગાવી નાર્કો ટેસ્ટની માંગ કરી મોદી સરકાર મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા.

પૂર્વ મુખ્યમન્ત્રી શંકરસિંહ વાઘેલાએ આરોપ લાગવાતા જણાવ્યું કે, અર્ણબની ચેટમાંથી સામે આવેલી જાણકારીમાં સૈનિકોનું અપમાન છે, કારણ કે અર્ણબ પુલવામા હુમલામાં ખુશી માનવી, અને તે ટીઆરપી વિજયની ઉજવણી કરે છે. બાલાકોટ કેસમાં હવાઈ હુમલાના થોડા દિવસો પહેલા, અર્ણબને પ્રસિદ્ધિ માટે લશ્કરી કાર્યવાહી અંગેની ગુપ્ત માહિતી આપવામાં આવી હતી, જેના પર શંકરસિંહ વાઘેલાએ ચિંતા વ્યક્ત કરી વડા પ્રધાન અને અર્ણબ સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અને રાજદ્રોહની માંગ કરી છે. શંકરસિંહ વાઘેલાએ મહારાષ્ટ્ર સરકારને પણ અપીલ કરી છે કે તેણે અર્ણબ અને પાર્થો દાસગુપ્તાને નાર્કો ટેસ્ટ કરાવીને કેન્દ્ર સરકાર અને ડોક મીડિયાની સચ્ચાઈ બતાવવી જોઈએ.

Tags:    

Similar News