અમદાવાદ : નાતાલ પહેલા બાળકો બન્યાં શાન્તાકલોઝ, જુઓ લોકોને શું આપ્યો સંદેશ

Update: 2019-12-24 08:37 GMT

ખ્રિસ્તી સમાજના મહાપર્વ નાતાલની ઉજવણીના ભાગરૂપે

અમદાવાદની ગુરુ નાનક સ્કૂલના બાળકોએ સાન્તાક્લોઝ બનીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો

હતો.

૨૫મી ડિસેમ્બરના રોજ  નાતાલ પર્વ ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ

કાંકરિયા કાર્નિવલ 2019 ની

તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાંકરિયા ખાતે અમદાવાદની ગુરુ નાનક  સ્કૂલના બાળકોએ સાન્તાક્લોઝ બનીને સ્વચ્છતાનો સંદેશો

આપ્યો હતો. આ કાર્યક્રમ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બાળકો દ્વારા યોગા પણ કરવામાં આવ્યા હતાં. શાન્તાકલોઝ

બનેલાં બાળકોએ લોકોને સ્વચ્છતા અને પરસ્પર  દરેક ધર્મોમાં પ્રેમ રહે તે માટેનો સંદેશો આપ્યો હતો.

Similar News