અમદાવાદ : પ્રથમ નોરતે જ ભદ્રકાળી માતાના મંદિરે ઉમટી ભક્તોની ભીડ, માઈભક્તોએ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

Update: 2020-10-17 11:36 GMT

આજથી શરદીય નવરાત્રિનો શુભારંભ થયો છે. જોકે કોરોના મહામારીના કારણે ગરબા ભલે નહીં થઈ શકે પરંતુ નવરાત્રિમાં માતાજીના દર્શન માટે મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે નોરતાના પ્રથમ દિવસથી જ નવે નવ દિવસ માતાજીની વિશેષ પૂજા કરવામાં આવશે.

શરદીય નવરાત્રિના પ્રારંભે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે 6 સાડીનો શણગાર અને ફ્રૂટનો ભોગ ધરાવાવમાં આવ્યો હતો. સાથે જ નવે નવ દિવસ માતાજીની વિશેષ પૂજા કરવામાં આવશે. ભદ્ર સહિતના મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પરિસરમાં રેલિંગ બાંધવામાં આવી છે. તેમજ માસ્ક વગર કોઈપણ ભક્તને મંદિરમાં પ્રવેશ આપવામાં આવો ન હતો. જોકે મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં પણ જોવા મળ્યો છે.

કોરોનાના કાળમાં માતાના મંદિરો ભક્તો માટે ખુલ્લા છે એ જ સૌથી મોટી ભેટ છે. ગુજરાતમાં અનેક મંદિરો આજે ખુલ્લા હોવાથી નવરાત્રિના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે, કેટલાક મંદિરો બંધ હોવાથી ભક્તો નિરાશ પણ થયા છે. મા અંબાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, ત્યારે માસ્ક, સેનેટાઇઝર સહિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી ભક્તોએ દર્શન કર્યા હતા. જોકે કોરોનાના કારણે મંદિરોમાં દર્શન માટેના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

જોકે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરના લોકો મંદિરમાં પ્રવેશ અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યુ હતું કે, મંદિરની અંદર માસ્ક વગર કોઈને પણ પ્રવેશ આપવામાં નથી આવતો. જોકે એકલ દોકલ કોઈક ભક્ત મંદિરમાં આવી ગયા હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત સરકારની ગાઈડલાઇનનું ભંગ ન થાય તે બાબતે સિક્યુરિટી અને કાર્યકર્તાઓને અચૂક ધ્યાન રાખવા જણાવ્યુ હતું.

Tags:    

Similar News