અમદાવાદ : જો બકા કોરોનાથી ગભરાવું નહિ, જુઓ ઉત્તરાયણના દિવસે આકાશમાં થશે શું નવા જુની

Update: 2020-12-31 15:18 GMT

રાજયના સૌથી મોટા પતંગ બજાર ગણાતા અમદાવાદમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહયો છે. કોરોના વાયરસનું સંક્રમણ અને નાઇટ કરફયુના કારણે પતંગ રસિકો હજી પતંગની ખરીદી માટે નીકળ્યાં નથી. ઉત્તરાયણ પહેલાં છેલ્લી ઘડીની ઘરાકી પર વેપારીઓ મીટ માંડીને બેઠા છે.

આ વર્ષે કોરોનાની મહામારી છે જેને કારણે અમદાવાદના પતંગ બજારમાં ભારે મંદી છે છતાં પતંગ રસિકોને આકર્ષવા માટે અવનવા પતંગો માર્કેટમાં જોવા મળી રહયાં છે. વેપારીઓને આશા છે કે આ અવનવા પતંગો અમદાવાદવાસીઓને ગમશે. પી એમ મોદીથી લઇ જો બકા કોરોનાથી ડરવાનું નહિ જેવા પતંગોએ આકર્ષણ જગાવ્યું છે. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની પતંગની ધૂમ મચાવી રહી છે આ પતંગમાં જો બકા કોરોનથી ડરવું નહિ તો સાથે શોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો તો દર વર્ષની જેમ આ વર્ષે પીએમ નરેન્દ્ર મોદીની ભારત માતાકી જય લખેલ પતંગ પણ લોકોને પસંદ પડી રહી છે પીએમ મોદી પતંગ માર્કેટ માં હોટ ફેવરિટ રહે છે તો બાળકો માટે મોટું પતલુ અને સ્પાઇડરમેન ટોમ એન્ડ જેરીની પતંગ પણ માર્કેટમાં વેચાઈ રહી છે પણ વેપારીઓનું માનવું છે કે આ વર્ષે કોરોનાને કારણે પતંગ બજારમાં વેપાર નહિવત છે.

પતંગ રસિકોને આકર્ષવા માટે રોકેટ પતંગ છોટા ભીમ અને હેપ્પી ન્યુયર લખેલી પતંગ પણ માર્કેટમાં ઉપલબ્ધ થઇ છે આમ કોરોના મહામારીની વચ્ચે પતંગ રસિકોને આકર્ષવા અવનવી પતંગ માર્કેટમાં ઉતારવામાં આવી છે પણ જોવાનું તે રહે રહે છે કે આ પતંગ શું વેપારીઓને મંદી થી બહાર લાવી શકશે.

Tags:    

Similar News