અમદાવાદ : કુરાલી ગામે ડે.સીએમ પર જુતુ ફેંકનાર રશિમન પટેલ ઝડપાયો, ભાજપ - કોંગ્રેસ વચ્ચે ગરમાવો

Update: 2020-10-28 11:45 GMT

કરજણના કુરાલી ગામે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર જુતુ ફેંકવાની ઘટના બની હતી. LCBએ જૂતું ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મીન પટેલને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોંગ્રેસનો સક્રિય કાર્યકર હોવાનું સામે આવ્યું છે. પણ કોંગ્રેસે પોલીસના દાવાને ખોટો ઠેરવ્યો છે અને તે ભાજપનો કાર્યકર હોવાના પુરાવા રજુ કર્યા છે.

કુરાલી ગામે પોલીસની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે CCTV ફૂટેજ આધારે શંકાસ્પદને અલગ તારવ્યો છે. શકમંદના ફોટો આધારે શખ્સની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ આજે જૂતું ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મિન પટેલની ધરપકડ કરવામાં આવી છે. LCB પોલીસે શિનોરના રહેવાસી રશ્મિનની ધરપકડ કરી છે.

પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈએ જણાવ્યું છે કે, પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ મળી હતી.અને કોંગ્રેસનો કાર્યકર છે તેમ જાણવાયું હતું પણ ગુજરાત કોંગ્રેસે વડોદરા પોલીસના દાવા ને પડકાર્યો હતો ગુજરાત કોંગ્રેસે પુરાવા રજુ કર્યા કે રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે અને 2010 માં રસ્મિન ભાજપના મેન્ડેડ પર જીત્યો હતો રશ્મિનના પત્ની શિનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છે ભાજપની આંતરિક જૂથબંધી માં આ ચપ્પલ ફેંકવામાં આવ્યું છે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સી આર પાટિલ અને સીએમ વિજય રૂપાણી વચ્ચેની ખેંચતાણનો ભોગ નિતીન પટેલ બન્યાં છે.

Tags:    

Similar News