અમદાવાદ : સાહેબ, હું પથારી ગરમ કરવાવાળી વ્યકતિ નથી, જુઓ મહિલાએ ભાજપના નેતાને બીજું શું કહયું

Update: 2021-02-08 08:37 GMT

અમદાવાદ મહાનગપાલિકમાં ભાજપે ટિકિટ નહિ આપતાં અમદાવાદના ચાંદલોડિયા વોર્ડ મહિલા દાવેદારે ભાજપના ટોચના નેતા સુરેન્દ્ર પટેલને ફોન કરીને કરેલી વાતચતની કહેવાતી એક ઓડિયો ટેપ વાયરલ થઈ છે.

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી એક ઓડીયો કલીપ હાલ વાયરલ થઇ રહી છે. જેમાં મહિલા દાવેદાર પોતાની ટિકિટ કપાઈ એ માટે સુરેન્દ્રકાકાને જવાબદાર ગણાવે છે અને તેમના ઘરે જઈને આત્મહત્યાની ધમકી આપે છે.

આ મહિલા એવો સવાલ પણ કરે છે કે, રાજેશ્વરીને ટીકીટ મળે એમાં તમને શું રસ હતો…આ ઉપરાંત મહિલા એવું પણ કહે છે કે, સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો. વધુમાં તમે મારા વિસ્તારમાં આવ્યા હતા. તમે મારી ટિકિટ કઇ રીતે કાપી ? હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું. મારું નામ છેક સુધી હતું. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી હું તમારા ઘરે આત્મહત્યા કરવા આવીશ.

હાલમાં આ ઓડીયો દાવાનળની જેમ વાયરલ થઇ રહયો છે પણ કનેકટ ગુજરાત આ ઓડીયોની પુષ્ટિ કરતું નથી…. ઓડીયો કલીપમાં સંભવિત મહિલા ઉમેદવારને સુરેન્દ્ર પટેલ કહે છે કે મેં ટિકિટ નથી કાપી શહેર પ્રમુખ અને આઇ.કે જાડેજાએ તમારી ટિકિટ બેન કાપી છે મારું નામ ના દેતી પણ અમદાવાદમાં આ વાયરલ ઓડિયોએ ભારે ચર્ચા જગાવી છે અને શહેર કાર્યાલય થી કમલમ સુધી આ વાયરલ ઓંડીયોની ગુંજ સંભળાઈ રહી છે આમ ભાજપમાં પણ હવે નારાજગીનો સુર ખુલ્લેઆમ વ્યક્ત થઇ રહ્યો છે.

Tags:    

Similar News