અમદાવાદ : બોપલના સફલ પરિસરમાં આવ્યા એક સાથે 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ, જુઓ પછી તંત્રએ શું કર્યું..!

Update: 2020-11-23 07:48 GMT

રાજયમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં હાલત ચિંતાજનક છે, ત્યારે હવે માત્ર એક કે, બે ઘર નહીં પરંતુ આખેયાખી સોસાયટીઓ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલ સફળ પરિસર 1 અને 2માં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જોકે અહી કોરોનાના પોઝિટિવ કેસ વધતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્ર્મણ ઘણું વધ્યું છે. જેમાં બોપલ અને ઘૂમા વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું હોવાનું બહાર આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોરોના ટેન્ટમાં ટેસ્ટ માટે લોકોની લાંબી કતાર લાગી રહી છે. આમ માત્ર એક જ સફળ પરિસર 1 અને 2માં 50થી વધુ કેસ નોંધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેરમાં હજુ કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 100ને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. જોકે એક સાથે કેસ વધતાં આસપાસની દરેક સોસાયટી અને રેસિડેન્સ વિસ્તારમાં આરોગ્યની ટીમે ધામા નાખ્યા છે, ત્યારે સફળ પરિસરમાં આવેલ પોઝિટિવ કેસથી આકેયાખી સોસાયટીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફળ પરિસર 1 અને 2ની બન્ને બિલ્ડીંગ સિલ કરવામાં આવી છે. તો સાથે જ બન્ને બિલ્ડીંગને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે હવે પરિવારમાંથી એક કેસ નહી પરંતુ આખો પરિવાર કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. કોરોનાનું આ લક્ષણ ખૂબ જ ચિંતાજનક છે, ત્યારે રાજ્યના નિષ્ણાંત તબીબો કહે છે કે, આ સેકન્ડ વેવની નિશાની છે.

Tags:    

Similar News