અમદાવાદ : નહેરૂબ્રિજ 27 એપ્રિલ સુધી વાહનવ્યવહાર માટે બંધ, વાહન ચાલકોને થશે ફેરાવો

Update: 2021-03-15 11:12 GMT

અમદાવાદમાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઇ રહયો હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે તેવામાં સાબરમતી નદી પર આવેલાં નેહરૂ બ્રિજને 45 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નેહરૂબ્રિજ બંધ થવાના કારણે વાહનચાલકોની હાલાકીમાં વધારો થશે.

અમદાવાદમાં શહેરમાં આવેલ નહેરુ બ્રિજ હવે 45 દિવસ સુધી બંધ રાખવવામાં આવશે.14 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજનું રીપેરીંગ કામ ચાલવાનું હોવાના કારણે બ્રિજ પરના વાહનવ્યવહારને સદંતર બંધ રાખવામાં આવશે. બ્રિજ જર્જરિત બનતા ભોપાલની કંપનીને 3.50 કરોડનો કોન્ટ્રાકટ રીપેરીગ માટે અપાયો છે. બ્રિજના એક્સપાંસન બદલવા સહિતની કામગીરી કરાશે. નહેરુબ્રિજ બંધ હોવાને લઈને લાલ દરવાજા અને આશ્રમ રોડ જવા માટે અન્ય બ્રિજથી લોકો અવરજવર કરી શકશે. જેના કારણે ગાંધી અને એલિસબ્રિજ પર વાહનોનું ભારણ વધી શકે છે.

શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જોડતા નહેરુ બ્રિજ લંબાઇ 442.32 અને પહોળાઇ 22.80 છે. નહેરૂ બ્રિજનો આશરે 58 વર્ષથી વાહનચાલકો ઉપયોગ કરી રહયાં છે. ગત જાન્યુઆરી મહીના પણ રીપેરીગ કરવામાં આવ્યું હતુ. 1956માં નહેરુ બ્રિજ બનાવવા દરખાસ્ત મંજૂર કરાઇ હતી . અમદાવાદ શહેરને પહેલી જુલાઇ 1950ના દિવસથી મ્યુનસિપિલ કોર્પોરેશન દરજ્જો આપવામા આવ્યો છે. 1956માં એક સમય અમદાવાદ શહેરના મેયર ચિનુભાઇએ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારે જોવા માટે આ બ્રિજ બનાવવા આ દરખાસ્ત મુકી હતી.

નહેરુ બ્રિજના બાંધકામમાં હાઇડ્રોલિક જેકનો ઉપોયગ કરવામાં આવ્યો છે. બ્રિજના સસ્પેન્ડેડ સ્પાનને હાઇ ડ્રોલિક જેકથી લિફ્ટ કરી બેરિંગ બદલી શકાય છે. આ કામગીરી સેનફિલ ઇન્ડિયા નામની કંપનીને સોંપવામા આવી છે. જે હવે પછી સાત જેટલા સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરીગને ઇલાસ્ટોમેટિક બેરીગ દ્વારા રિપલેશ કરવાની કામગીરી કરશે. ઉપરાત 320 જેટલા એકસપાન્સન જોઇન્ટને પણ રિપલેશ કરવાની કામગીરી પણ હાથ ધરાશે. જયાં સુધી નહેરૂબ્રિજ બંધ રહેશે ત્યાં સુધી ગાંધી બ્રિજ અને એલિસબ્રિજ પર વાહનોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદવાસીઓને ટ્રાફિકની જટિલ સમસ્યાનો સામનો કરવો પડશે..

Tags:    

Similar News