અમદાવાદ : વડાપ્રધાન મોદી શનિવારે કરી શકે છે કોરોના વેકસીન અંગે મહત્વની જાહેરાત

Update: 2020-11-27 11:14 GMT

કોરોના વાયરસની વેકસીન શોધવા માટે વિવિધ ફાર્મા કંપનીઓ દિવસ- રાત કામ કરી રહી છે ત્યારે અમદાવાદની ઝાયડસ કંપનીએ વેકસીન વિકસાવી લીધી હોવાની માહિતી સાંપડી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઝાયડસ કંપનીની મુલાકાતે આવી રહયાં છે ત્યારે તેઓ કોરોનાની વેકસીન અંગે મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે…

વડાપ્રધાન નરેન્દ્ર  મોદી આવતીકાલે શનિવારે ઝાયડસ ફાર્મા કંપનીની મુલાકાત લેશે.તેઓ ઝાયડસ દ્વારા જે રસી બનાવવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કરશે. તેઓ અમદાવાદ ઉપરાંત પુનાની સિયારામ ઇન્સ્ટિટ્યૂટ અને હૈદરાબાદ ની ભારત બાયોટેકની પણ મુલાકાત કરશે  ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે. કોરોનાની મહામારી વચ્ચે ઝાયડ્સની આ રસી થી એક આશાનું કિરણ જાગ્યું છે આ રસીનું નામ ઝાયકોવિડ છે અને છેલ્લા 8 મહિનાથી આ રસી પર ઝાયડસ અને તેના વૈજ્ઞાનિકો કામ કરી રહયા છે. કોરોના વેકસીનને લઇ વડાપ્રધાન આવતીકાલે મહત્વની જાહેરાત કરી શકે તેમ છે..

Tags:    

Similar News