અમદાવાદ: પેટ્રોલના ભાવમાં એક સપ્તાહમાં દોઢ રૂપિયાનો વધારો, જુઓ શું કહી રહી છે જનતા

Update: 2021-02-22 11:44 GMT

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલમાં દોઢ રૂપિયાનો વધારો થયો છે. મોઘવારીના સમયમાં ભાવ વધારાની આગ સામાન્ય લોકોને દઝાડી રહી છે.

એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ પેટ્રોલ તેમજ ડીઝલમાં વધતા સતત ભાવ વધારાને કારણે સામાન્ય નાગરિક અને માધ્યમ વર્ગીય પરિવારોને મુશ્કેલીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો થતા આમ જનતાને મુશ્કેલી વધી છે તો ડીઝલમાં પણ સતત ભાવવધારો થતા હવે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે હવે જનતા પણ કહી રહી છે કે સરકારે ભાવને નિયઁત્રણ કરવા પગલાં ભરવા જોઈએ.

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.87.74 થયો હતો,પેટ્રોલમાં રૂ. 32.98 એક્સાઈઝ ડયૂટી અને રૂ.17 વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો રૂ. 49.98 છે, જે 60 ટકાથી વધુ થઈ જાય છે. આમ અમદાવાદમાંજ એક સપ્તાહમાં 1.50 રૂપિયા વધતા ભાવવધારાની આગ લોકોને દઝાડી રહી છે.

Tags:    

Similar News