અમદાવાદ: રેલ્વે વિભાગ ટ્રેનમાં બનાવવામાં આવ્યા આઇશોલેશન વોર્ડ, વાંચો કેવી મળશે સુવિધા

Update: 2021-05-04 09:28 GMT

અમદાવાદમાં સતત વધતા જતા કેસને લઈને જે પ્રમાણે લોકો બેડના અભાવના કારણે મોતને ભેટવું પડે છે તેને પગલે રેલવે વિભાગ દ્વારા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રેનના કોચમાં આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર આ બેડ તૈયાર કરાવવામાં આવ્યા છે. જેમાં કોચની બહાર બારીમાં કુલર અને તમામ મેડિકલ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે. અને 24 કલાક પેરામેડિકલ સ્ટાફ પણ તૈનાત રાખવવામાં આવશે.સ્થાનિક પ્રશાસનની વિનંતી પર 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને ઉપલબ્ધ કરાયા છે. તેમાંથી 13 કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં પ્લેટફોર્મ નંબર 02 પર 06 કોચ મૂકવામાં આવ્યા છે. પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેના રિફિલિંગની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસન કરશે.

હાલમાં ઉભા કરવામાં આવેલ કોચમાં સાબરમતી ખાતે 200 થી 250 જ્યારે ચાંદલોડિયા ખાતે કોચમાં 100 દર્દી એડમિટ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. તેમજ સાબરમતી ખાતે 600 દર્દી દાખલ કરી શકાય તેટલી વ્યવસ્થા ઉભી કરવાની પણ તૈયારી રેલવે વિભાગ ધ્વારા દર્શાવાઇ છે. ભાવનગર. રાજકોટ. વડોદરા અને અમદાવાદમાં મળી કુલ 200 જેટલા કોચ તૈયાર કર્યાનું પણ રેલવેના અધિકારીએ જણાવ્યું છે.

Similar News