અમદાવાદ : ઉત્તરાયણના પર્વને લઇ સરકારની માર્ગદર્શિકા જાહેર : ધાબા પર ડીજે નહિ વગાડી શકાય

Update: 2021-01-08 12:59 GMT

રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે ઉતરાયણ પર પ્રતિબંધ નહિ લાગે પણ ધાબા પર પરિવારના સભ્યો સિવાય કોઈ ઉતરાયણ નહિ મનાવી શકે તો મેદાન કે ખુલ્લા ગ્રાઉન્ડમાં કોઈ પતંગ નહિ ઉડાવી શકે મોટી સંખ્યામાં લોકો એકઠા નહિ થઇ શકે. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. તારીખ 10 થી 15 ના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું સિનયર સીટીઝન અને ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ટોળામાં ના જાય તે હિતાવહ છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જવાબ રજુ કરતા જણાવ્યું કે એડવોકેટ જનરલે નિવેદન આપ્યું કે, એક વર્ષમાં 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે તેમને રોજગારી છીનવાઈ તે યોગ્ય નથી.

Tags:    

Similar News