અમદાવાદ : વાડજના પીઆઇની બદલી સામે અનોખો વિરોધ, પત્ર થયો વાયરલ

Update: 2020-07-07 07:12 GMT

કલોલના સ્વામીની કાર રોકી દંડ વસુલનારા વાડજના પીઆઇની બદલી સામે પોલીસ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. લોકરક્ષક દળના એક જવાને પોતાની બદલી માટે સ્વામીને લખેલો પત્ર હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

કલોલના સ્વામીની ગાડી રોકવા અને દંડ ભરાવવા બદલ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા શહેર પોલીસમાં મોરલ ડાઉન કરવા જેવી પરિસ્થિતિ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. PI જે. એ. રાઠવાની બદલી થતા પોલીસ કર્મચારીઓએ અમે તમારી સાથે છીએ તેવો સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયામાં એક પત્રનો ફોટો વાઇરલ કરવામાં આવ્યો છે.

ડી.વી. સ્વામીને લેટરમાં ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે, હું LR….પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું મારું ઘર નોકરીના સ્થળથી ઘણું દૂર પડતું હોવાથી આવવા-જવામાં તકલીફ નોકરીમાં સમયસર ન પહોંચતાં અમારી બદલી ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી આપવા આપ સ્વામી સાહેબને નમ્ર વિનંતી.

આપ સ્વામીની ગાડી રોકતા આપ તાત્કાલિક બદલી કરાવી આપો છો તો આપ હવે ક્યાંથી પસાર થવાના હોય તે અમોને જણાવશો તો આપની ગાડી રોકીએ અને અમારી બદલી થઈ શકે.ગુજરાતના પોલીસકર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં PI રાઠવાનો ફોટો મૂકી I SUPPORT PI RATHWA SIR લખી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે. આ બદલીથી PI સાથે અન્યાય થયાની ચર્ચાએ પોલીસ બેડામાં જોરથી ચાલી છે.

Similar News