ગુજરાતીઓને 'ઠગ' કહેવા બદલ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદના ગુજરાતીએ નોંધાવી ફરિયાદ..!

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને 'ઠગ' કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી

Update: 2023-05-08 07:57 GMT

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા હરેશ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને 'ઠગ' કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ છે. ફરિયાદી ઓલ ઇન્ડિયા એન્ટિ કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપ પ્રમુખ છે.

‘દો ગુજરાતી ઠગ હૈ’ કહીને સમગ્ર ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. જે મામલે કોર્ટ આજે કાર્યવાહી હાથ ધરશે. ફરિયાદમાં એવી રજૂઆત કરાય છે કે, બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે

‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, LIC કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો, ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’. તો બીજી તરફ, ગત તા. 1મેએ કોર્ટ દ્વારા મેટ્રો કોર્ટમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદીએ કોર્ટમાં સીડી અને પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે રજૂ કર્યા હતા. કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરીને નિયમ 202 અંતર્ગત ઇન્ક્વાયરી કરી શકે છે, જ્યારે નિયમ 204 અંતર્ગત સમન્સ ઇશ્યુ થાય તો નક્કી તારીખે તેજસ્વી યાદવે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેવું પડી શકે છે.

Tags:    

Similar News