અમદાવાદ : 81 વર્ષ જુના ગાંધી બ્રિજનું રીપેરીંગ શરૂ કરાયું, ટ્રાફિકજામની સર્જાઇ સમસ્યા

ગાંધી બ્રિજના રીપેરીંગની કામગીરીની શરૂઆત, રીપેરીંગ માટે બ્રિજને એક માસ માટે બંધ કરાયો.

Update: 2021-08-10 11:45 GMT

અમદાવાદ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ આખા ભારત દેશમાં હેરીટેજ શહેરનો દરજ્જો ધરાવતું એક માત્ર શહેર છે. શહેરમાં અનેક જુના બાંધકામોના રીપેરીંગની જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે 81 વર્ષ જુના ગાંધી બ્રિજના રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના કારણે બ્રિજને એક મહિના માટે બંધ રાખવામાં આવશે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ બ્રિજનું રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે. નહેરુબ્રિજ અને સુભાષબ્રિજ બાદ હવે 81 વર્ષ જુના ઇન્કમટેક્ષ પાસે આવેલા ગાંધી બ્રિજનું સમારકામ શરૂ કરી દેવાયું છે. બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવતાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે. બ્રિજના સમારકામ માટે અંદાજે 75 થી 80 લાખનો ખર્ચ આવશે અને તેમાં બન્ને બાજુથી કુલ 40 જોઈન્ટ બદલીને નવા નાંખવામાં આવનાર છે.

એક મહિના માટે બ્રિજ બંધ રહેશે ત્યારે વાહનચાલકોની સરળતા માટે એક બાજુનો વાહનવ્યવહાર બ્રિજ પરથી ચાલુ રહેશે. વાહનચાલકોને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરાય છે.

Tags:    

Similar News