અમદાવાદ: દિનેશમાંથી દિલાવર બની ફરાર હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો, વાંચો શું છે વિગત

Update: 2021-08-26 05:57 GMT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમરાઈવાડી વિસ્તારમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો ત્યારબાદ તે પેરોલ જમ્પ કરી છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો હતો અને આરોપી દિનેશ કુમાર શાહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપી GIDC ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.

આરોપી ત્યાં પોતાનું નામ અને ઓળખ બદલી મુસ્લિમ બનીને રહેતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 6 વર્ષથી હત્યા ગુનામાં આજીવન કેદની સજા થયેલી અને પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વાપી GIDC ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.

આરોપી દિનેશ શાહ ને પકડવામાં આવ્યો છે. આરોપીને અમરાઈવાડી વિસ્તારમાં 1996માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા સાંભળવા આવી હતી ત્યારબાદ 6 વર્ષ પહેલા આરોપી પેરોલ પર બહાર આવ્યો અને ત્યાર બાદ જેલમાં પરત ગયો ન હતો. અને પોતાની ઓળખ બદલી મુસ્લિમ વેશ ધારણ કરી મુસ્લિમ નામ રાખી રેહતો હતો. આરોપી દિલાવરખાન નામ રાખી વાપી GIDCમાં રહેતો હતો પરંતુ પાકી બાતમીના આધારે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News