અમદાવાદ : ભારતમાં બેઠા બેઠા વિદેશમાં છેતરપીંડી, રાજીવનગરમાંથી કોલ સેન્ટર ઝડપાયું

અમેરિકાના નાગરિકોને બનાવાતા હતાં નિશાન, અમદાવાદથી કરવામાં આવતાં હતાં ઇમેલ.

Update: 2021-08-10 12:33 GMT

અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકન નાગરિકો સાથે છેતરપીડી કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયાં છે.

રખિયાલ પોલીસના સકંજામાં દેખાતા આ બંને ભેજાબાજ આરોપીઓ અમેરિકાના નાગરિકો પાસેથી પૈસા પડાવવામાં માહેર છે. તેઓ ઈ-મેલ કરીને બેન્કમાંથી લોન લેનાર અમેરિકન નાગરિકોને રૂપિયા નહીં ભરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપી પોતાની વાતોમાં ભરમાવી રૂપિયા પડાવતા હતાં. અમેરિકન નાગરિકો પાસેથી નાણા મેળવવા માટે મની પેક કાર્ડનો ઉપયોગ કરાવી રૂપિયા મેળવતા હતા.. આ ભેજાબાજ ટોળકીની કરતુતો રખિયાલ પોલીસના ધ્યાને આવતા પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ લેપટોપ રાઉટર અને રૂપિયા કરવાના મશીન સાથે ઝડપી પાડયા છે.

રખિયાલ પોલીસે ઝડપેલા બન્ને આરોપીઓના નામ છે સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા.બંને આરોપીઓ છેલ્લા છ મહિનાથી રખિયાલ વિસ્તારના રાજીવ નગરમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતાં. આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં લેપટોપની સાથે સાથે મળી આવેલા રૂપિયા ગણવાના મશીન જોઈને તમે સમજી જ ગયા હશો કે ટોળકી કેટલા અમેરિકન નાગરિકોને છેતરી ચુકી હશે. હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ બતાવી તેની સાથે સંડોવાયેલા બીજા સાગરીતોએ પકડવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે... આરોપીઓ જે મકાનમાં ભાડે રહેતા હતા ત્યાં તેમણે મકાન માલિકને કોમ્પ્યુટર રીપેરીંગનું કામકાજ હોવાનું કહ્યું મકાન ભાડે રાખ્યું હતું.

Tags:    

Similar News