અમદાવાદ : રાજપથ કલબમાં એક પણ ફોર્મ નહિ ભરાતાં 10 ડીરેકટર્સ બિનહરીફ ચુંટાઇ આવ્યાં

અમદાવાદમાં આવેલી છે રાજપથ કલબ, દર વર્ષે 10 ડીરેકટર્સની યોજાઇ છે ચુંટણી.

Update: 2021-08-11 09:18 GMT

અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી રાજપથ ક્લબની ચુંટણીમાં 10 ડીરેકટર્સ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. છેલ્લા દિવસ સુધી એક પણ ફોર્મ નહિ ભરાતાં તમામ 10 ડીરેકટર્સને બિનહરીફ ચુંટી કાઢવામાં આવ્યાં છે.

અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી રાજપથ ક્લબના 30 ડિરેક્ટરોમાંથી દર વર્ષે 10 ડિરેક્ટરોની ચુંટણી યોજવામાં આવે છે. આ વર્ષે 26મી ઓગષ્ટના રોજ ચુંટણી તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું છે. 10 ડીરેકટર્સની ખાલી પડેલી જગ્યા માટે અંતિમ દિવસ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું. રાજપથ કલબની વાત કરવામાં આવે તો.. કલબમાંથી કમલેશ પટેલ અને રાજેશ જેબલીયા નિવૃત થયા હતાં. તેમના સ્થાને મનોજ પટેલ અને અનિલ શાહની નિમણુંક કરવામાં આવી હતી. નવા ડીરેકટર્સ તરીકે દિલીપ પટેલ, અનિલ શાહ, કિરણ વસાણી, મિશેલ પટેલ, મુકેશપટેલ,પ્રાગજી કાકડિયા,મનોજ પટેલ,રાજીવ શાહ ,રક્ષેશ સત્ય અને રક્ષિત પટેલ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. આ તમામ ડીરેકટર્સની સત્તાવાર જાહેરાત 26મી ઓગષ્ટના રોજ મળનારી વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આાવશે.

Tags:    

Similar News