અમદાવાદ : સાયન્સ સીટીમાં ઉભી કરાઇ ખાસ વ્યવસ્થા, જાતે જ પ્લેન ચલાવવાનો અનુભવ એક નંબર...

Update: 2023-07-20 06:57 GMT

અમદાવાદના સાયન્સ સીટી ખાતે પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ બસ મૂકવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એવિએશન તરફ વધવા માંગતા હોય તેઓના માટે આ ખુબજ સુંદર મોડ્યુલર પ્રેક્ટિકલ પુરુ પાડી રહ્યું છે. 

લગભગ 1.43 કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ એવિએશન વિભાગે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ તૈયાર કરી છે. આ સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસએ કોકપિટમાં બેસવાનો અનુભવ આપે છે. નાગરિક ઉડ્ડયનમંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા દ્વારા ગાંધીનગર ખાતે આ બસનું લોકાર્પણ કરાયું હતું. 

મહત્વનું છે કે પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ કરાયેલી બસમાં સાયન્સ સીટી ખાતે જતા મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. તેમજ સિવિલ એવિએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓને માટે પણ આ મદદરૂપ નીવડશે. ગુજરાત રાજ્યના બાળકો એવીએશનમાં આગળ વધે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કોકપીટની સુવિધાથી સજ્જ એક બસ તૈયાર કરવામાં આવી છે.

જેમાં પાયલોટ કેવી રીતે પ્લેનનું સંચાલન કરે છે તેની માહિતી આપવા માટે બસમાં બે પાયલોટની બેઠક વ્યવસ્થા સાથે ઓડિયો વિઝ્યુઅલ સાથે જાત અનુભવ કરાવતું સેમ્યુલેટર સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags:    

Similar News