અંબાજી : પોલીસે માસ્ક વિના નીકળેલી સર્ગભા મહિલાને રોકી, જુઓ પછી શું થયું

Update: 2020-07-14 09:35 GMT

કોરોના વાયરસના કારણે માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યારે માસ્ક નહિ પહેરવા બદલ પોલીસે સગર્ભા મહિલાને રોકી રાખતાં મહિલાના ગર્ભમાં રહેલી નવજાત બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. અંબાજી પોલીસના જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગણી કરી છે.

અંબાજીમાં પોલીસની લાપરવાહીથી નવજાત બાળકીનું પ્રસૂતિ દરમિયાન મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પ્રાપ્ત ઘટનાસ્થળની વિગતો મુજબ રાધાબેન પીરાજી રબારીને પ્રસવની પીડા ઉપડતા પરિવારજનો રવિવારે રાત્રે તેમને લઇને અંબાજી જનરલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. પણ ત્યાંથી તેેમને પાલનપુર મોકલ્યા હતા. પાલનપુર જતી વેળા રસ્તામાં અંબાજી ડી. કે. સર્કલ પર પોલીસના કર્મચારી જયેશભાઈ તેમજ ભરતભાઈએ માસ્ક કેમ પહેરેલ નથી એવું કહીને અંબાજી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

પ્રસૂતા સાથે હોવા છતાં બિનજરૂરી પ્રશ્ન પૂછીને રોકી રાખ્યા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. લાંબી રકઝક બાદ પ્રસુતાને લઇને પરિવારજનો પાલનપુર પહોંચ્યાં હતાં. પાલનપુરથી તેમને ધારપુરની મેડીકલ કોલેજમાં રીફર કરાયાં હતાં. લાંબી દોડધામના કારણે પ્રસુતાના ગર્ભમાં રહેલાં નવજાત શિશુનું મોત નીપજયું હતું. ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારના સભ્યો મૃત શિશુ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. તેમણે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Similar News