અમેરિકાઃ બોસ્ટન શહેરમાં ગેસ પાઈપ લીકેજથી બ્લાસ્ટ થતાં એકનું મોત, 6 ઈજાગ્રસ્ત

Update: 2018-09-14 05:45 GMT

બોસ્ટનમાં લગભગ ૪૦ જેટલી ઈમારતોમાં ગેસ લીકેજનાં કારણે બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે.

અમેરિકાનાં બોસ્ટન શહેરમાં ગુરૂવારે રાત્રે ગેસની પાઈપલાઈનમાં એક બાદ એક કરીને અંદાજે ૭૦ સ્થળોએ ગેસ લીકેજ થયું હતું. જેના પગલે નાના-મોટા બ્લાસ્ટ થયા હોવાની માહિતી સામે આવી છે. બોસ્ટનમાં લગભગ ૪૦ જેટલી ઈમારતોમાં ગેસ લીકેજનાં કારણે બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનાં જણાવ્યાં મુજબ, આ સ્થળોએ ગેસની પાઈપલાઈન બ્રેક થવાનાં કારણે ગેસ લીક થવાની ઘટના બની હતી.

આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ઉત્તર બોસ્ટનમાં થયેલ આ બ્લાસ્ટમાં અત્યાર સુધી છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે. જ્યારે એક યુવકનું મોત નિપજ્યું છે. બ્લાસ્ટ થયેલા સ્થળો પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સંખ્યાબંધ બ્લાસ્ટનાં કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનાં ગોટે-ગોટા ફેલાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે લૉરેન્સની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંખ્યાબંધ લોકોનુ સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે.

Similar News