ઇન્ડોનેશિયામાં ફરી જ્વાળામુખી ફાટ્યો, સુનામીની ચેતવણી જાહેર

Update: 2024-05-02 05:10 GMT

ઇન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગમાં મંગળવારે જ્વાળામુખી ફાટ્યો હતો. વિસ્ફોટ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ આગામી આદેશો સુધી એરપોર્ટ બંધ રાખવા સૂચના આપી છે.રુઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા 11 હજાર લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ પાંચ કિલોમીટરના અંતરમાં કોઈને જવા દેવામાં આવતા નથી.

વિસ્ફોટ બાદ ચારેબાજુ અંધકાર છવાઈ ગયો હતો. તે પછી વીજળી પડી અને ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે બારીઓ તૂટી ગઈ.14 દિવસમાં છઠ્ઠી વખત જ્વાળામુખી ફાટ્યો છે. જ્વાળામુખી 16 અને 30 એપ્રિલે એક-એક વાર અને 17 એપ્રિલે ચાર વખત ફાટ્યો હતો. જ્વાળામુખીમાં પહેલો વિસ્ફોટ 16 એપ્રિલે રાત્રે 9:45 કલાકે થયો હતો. કતારના મીડિયા અલજઝીરા અનુસાર, 17 એપ્રિલે માઉન્ટ રુઆંગ પરનો જ્વાળામુખી 4 વખત ફાટ્યો હતો. જેના કારણે હજારો ફૂટ ઉંચો લાવા ઉછળ્યો હતો અને રાખ ફેલાઈ હતી.

Tags:    

Similar News