આમોદઃ જિલ્લા કક્ષાએ ગણીત-વિજ્ઞાન પ્રદર્શનમાં સુડી પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ રહી

Update: 2018-10-11 09:05 GMT

આગામી સમયમાં હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા શાળાનાં બાળકોની ટીમ જશે

આમોદ તાલુકાના સુડી ગામની પ્રાથમિક શાળા તેની શ્રેષ્ઠ કામગીરીને લઈ પ્રકાશમાં છે. શિક્ષણ કાર્ય, ઈતર પ્રવૃત્તિ સહિત તમામ ક્ષેત્રે ગજુ કાઢી ગામ સહિત તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરી રહી છે. હાલ માંજ GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ સંચાલિત હાંસોટ તાલુકાના આંકલવા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં સુડી ગામની પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે આવતાં હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

હાંસોટના આંકલાવ ખાતે યોજાયેલા પ્રદર્સનમાં આમોદ તાલુકાની સુડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અભલી મહંમદરફીકના માર્ગદર્શન હેઠળ પટેલ સાલેહા અને ઠાકોર ઉર્વશી એ વિભાગ-3 સંશાધન અને વ્યવસ્થાપન માં ભાગ લીધો હતો. બાળ વિજ્ઞાનિકોએ સોલર પેનલ ક્લીનર સિસ્ટમ ની કૃતિ રજૂ નિરીક્ષકોને પ્રભાવિત કરી દીધા હતા. પરિણામે સુડી ગામની શાળાની શ્રેષ્ઠ કૃતિ પસંદગી પામતા ગામમાં અને શાળા પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતુ. હવે આગામી સમયમાં સ્ટેટ કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધત્વ કરનારા બાળ વિજ્ઞાનિકોને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુડી શાળા રાજ્ય કક્ષા સુધી પહોંચી હતી.

Similar News