PM મોદીએ આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢમાં જનસભાને સંબોધી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર

PM મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે જનસભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Update: 2024-05-02 11:48 GMT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે જનસભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે PM મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. PM મોદીએ સૌપ્રથમ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઊમટ્યા હતા. આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે. ઈન્ડિયા ગઠબંધને મુસ્લિમોને વોટ જેહાદ કરવાનું કહ્યુ છે. આપણે લવજેહાદ સાભળ્યું હતું, પણ હવે વોટ જેહાદ. ભણેલ ગણેલ મુસલમાનના પરિવારમાંથી આ વાત સામે આવી છે, તેઓએ કહ્યું છે કે, વોટ જેહાદ કરો. ઈન્ડિયા ગઠબંધનને કહ્યું છે કે, તમામ મુસ્લિમોએ એક થઈને વોટ આપવો જોઈએ. ઈન્ડિયા ગઠબંધને વોટ જેહાદની વાત કરીને લોકતંત્રનું અપમાન કર્યું છે. સંવિધાનનું અપમાન કર્યું છે. વોટ જેહાદના નારા લગાવવામાં આવી રહ્યા છે, તમે સમજી શકો છો કે, ઈન્ડિયા ગઠબંધનનો ઈરોદો કેટલો ખતરનાક છે. તો બીજી તરફ, કોંગ્રેસે SC, ST, OBCને પણ અંધારામાં રાખ્યા હતા, OBC આરક્ષણના દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધા હતા, વર્ષોથી OBC સમાજ કહે છે કે, તેઓને સંવિધાનીક દર્જો મળે. કોંગ્રેસે તેઓનું ન સાંભળ્યું. પણ 2014માં જ્યારે હું દિલ્હી ગયો, ત્યારે એક બાદ એક કામ કર્યા છે. જેથી આ લોકોએ કોંગ્રેસને ઓળખી લીધું. આજે આ બધા ભાજપાની બોવ મોટી તાકાત છે. કોંગ્રેસે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય પણ ન બનાવ્યું પણ અમે બનાવ્યું છે. આ સાથે જ PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, 'અડધી રોટલી ખાઈશું, ઈન્દિરાને લાવીશું' કહેનારાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. નહેરૂના જમાનાથી કોંગ્રેસની રિમોટ સરકાર ચાલતી હોવાનું જણાવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર PM મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ ભાજપના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જિતાડવા PM મોદીની લોકોને અપીલ કરી હતી. તો બીજી તરફ, સુરક્ષાને ધ્યાનમાં રાખી આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Tags:    

Similar News