અમરેલી : મોંઘવારીના સમયમાં લોકોને મફતમાં ખાદ્યતેલ મળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા, આપ પણ જુઓ વિડીયો..!

Update: 2020-12-28 09:37 GMT

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધુડિયા-આગરિયા ગામ નજીક સીંગતેલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સીંગતેલ ભરેલું ટેન્કર રોડ પર પલટી મારી ગયું હતું, ત્યારે આસપાસના લોકો ડોલ-ડબલા સહિતના વાસણો લઈને તેલની લૂંટ ચલાવવા માટે દોડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, રાજુલા તાલુકાના સાવરકુંડલા માર્ગ પર ધુડિયા-આગરિયા ગામ નજીક સીંગતેલ ભરેલું ટેન્કર એકાએક પલટી મારી ગયું હતું. અકસ્માતના પગલે રસ્તા પર તેલ વહેવા લાગ્યું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના લોકોએ તેલની લૂંટ ચલાવવા માટે દોટ મૂકી હતી.

જેમાં લોકો ડોલ-ડબલા, કેરબા સહિતના વાસણો લઈને તેલ ભરતા જોવા મળ્યા હતા. જોકે ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે ટેન્કર પલટી મારી જતાં રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી હતી.

Tags:    

Similar News