અંકલેશ્વર : નોટીફાઇડના એક નિર્ણયથી અંકલેશ્વરવાસીઓના ખંખેરાશે ખિસ્સા, જુઓ કેમ

Update: 2020-02-05 12:14 GMT

અંકલેશ્વર

જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં લોકો પાસેથી હવે નોટીફાઇડ એરિયા ઓથોરીટી કુંડી વેરાની

વસુલાત કરશે. ઘર વપરાશના પાણીના નિકાલ માટેની પાઇપ લાઇનની મરામત અને જાળવણી માટે

કુંડી વેરો વસુલવાનો નિર્ણય લેવાયો છે.

અંકલેશ્વર

જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં હજારો લોકોના માથે નવો કુંડી વેરો ઝીંકવામાં આવ્યો છે.

રહેણાંક વિસ્તારના ઘરવપરાશના પાણીને પાઇપલાઇનથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઇ

જવામાં આવે છે. આ પાઇપલાઇનની મરામત અને જાળવણી માટે તારીખ પહેલી જાન્યુઆરીથી જ

કુંડી વેરો અમલમાં મુકી દેવાયો છે. રૂમ અને વિસ્તારને ધ્યાનમાં રાખી 50 રૂપિયાથી લઇ 250 રુપિયા સુધીનો વેરો વસુલવાનો નિર્ણય

લેવાયો છે. નોટીફાઇડ એરિયા ઓથોરીટીએ લીધેલાં નિર્ણય મુજબ પ્લોટ ધારકોએ ઘર વપરાશના

પાણીના નિકાલ માટે સેપ્ટી ટેન્ક બનાવવી પડશે અને તેનું જોડાણ ડ્રેનેજ લાઇનમાં

આપવાનું રહેશે. કુંડી વેરો નહિ ભરનારા તથા સેપ્ટી ટેન્ક નહિ બનાવનારા લોકોના

ડ્રેનેજના જોડાણ કાપી નાખવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. 

કુંડી વેરાના દર

  • એક રૂમ અને રસોડા માટે 50 રૂપિયા
  • બે  રૂમ અને

    રસોડા માટે 50 રૂપિયા

  • ત્રણ રૂમ અને રસોડા માટે 70 રૂપિયા
  • ચાર રૂમ અને રસોડા માટે 70 રૂપિયા
  • 100થી 250 મીટરના રહેણાંક પ્લોટ માટે 100 રૂપિયા
  • 250થી 500 મીટરના રહેણાંક પ્લોટ માટે 150 રૂપિયા
  • 500 મીટરના

    ઉપરના રહેણાંક પ્લોટ માટે 250 રૂપિયા

Tags:    

Similar News