અંકલેશ્વર : જયોતિ ટોકીઝની સામે મહાત્મા ગાંધીએ સંબોધી હતી જાહેરસભા, તકતી આજે પણ હયાત

Update: 2021-03-27 10:02 GMT

અંગ્રેજ શાસને મીઠા પર લાગેલા કરવેરાની વિરોધમાં 1930માં દાંડીકુચ કરી હતી. સાબરમતી આશ્રમથી દાંડી જતી વેળા તેમણે અંકલેશ્વરની જયોતિ ટોકીઝ પાસે જાહેરસભાને સંબોધિત કરી હતી.

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત નીકળેલી દાંડીયાત્રાનું અંકલેશ્વરમાં આગમન થયું છે. 1930માં નીકળેલી દાંડીકુચ દરમિયાન અંકલેશ્વર મહત્વનું સ્થળ રહયું હતું. 26મી માર્ચ 1930ના દિવસે મહાત્મા ગાંધીજીએ અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. તેની સાક્ષી પૂરતી તકતી આજે પણ હયાત છે.

અંકલેશ્વરની કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ દાંડીયાત્રાના સંભારણા જોડાયેલાં છે. કોલેજના સ્થાપક મણિલાલ હરીલાલ કકડીયા પોતે સ્વાતંત્ર્ય સેનાની હતાં. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નીકળેલી દાંડીયાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. જયાં કડકીયાકોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રવીણ પટેલ તથા ડો .જયશ્રી ચૌધરી અને કોલેજના કર્મચારી ગણ તથા એન. એસ. એસ. ના સ્વયંસેવકોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.

Similar News