અરવલ્લી: બાયડના કોંગ્રેસના ધારાસભ્ય સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધી શહેરમાં નીકળ્યા,જુઓ શું છે કારણ

Update: 2021-02-21 10:30 GMT

અરવલ્લી જિલ્લાના બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે મોઘવારીનો અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. ધારાસભ્ય સાયકલના કેરિયર પર ગેસ સિલિન્ડર બાંધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા.

મોંઘવારીને લઈને અરવલ્લીના બાયડ અને માલપુર ના ધારાસભ્ય જસુ પટેલે અનોખો વિરોધ કર્યો. મોડાસા ખાતે પોતાના નિવાસસ્થાને થી જશુભાઇ પટેલ સાયકલના  કૅરિયર પર ગેસ સિલિન્ડર બાંધી નિકળ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કર્યો. મોંઘવારી સહિતન અનેક મુદ્દાઓને લઇને હંમેશાં કંઈક અલગ રીતે વિરોધ પ્રદર્શન કરતા જસુભાઈ પટેલે આ વખતે ગેસની બોટલ સાયકલ પર બાંધીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. હાલમાં જ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં થઇ રહેલા ભાવ વધારાને લઈને તેમણે સરકાર પર આક્ષેપો કર્યા હતા.

Tags:    

Similar News