ભરૂચ તાલુકાના બોરી ગામના લોકોએ કર્યો પર્યાવરણ બચાવા નવતર પ્રયોગ

Update: 2019-07-30 11:41 GMT

વિશ્વ ગ્લોબલ વોર્મિંગ ના લીધે જ્યારે ચિંતિત છે ત્યારે ૮૦% હિંદુ આદિવાસી થી વસેલું ભરૂચ તાલુકાનું નાનકડું બોરીગામના લોકોની પર્યાવરણ પ્રત્યેની લાગણી આજે લોકોને આંખે ઉડીને વળગી રહી છે.

ભરૂચ શહેર થી માત્ર વીસ કિલોમીટર દૂર આવેલા બોરી ગ્રામ પંચાયતના યુવા સરપંચ દ્વારા એક નવતર પ્રયોગ પર્યાવરણને બચાવવા માટે કરવામાં આવ્યો છે.આ પ્રયત્નના ભાગરૂપે ગામની અંદર વર્ષો થી ૨૦૦ પરિવાર પોતાના ઘર આંગણે ગામમાં કે સીમમાં ત્રણ વૃક્ષો વાવશે અને તેને એક વર્ષ સુધી દેખરેખ રાખે છે. તેનો ગામમાં ભરાતો વેરો માફ કરી દેવામાં આવશે. આ નવતર પ્રયોગથી ગરીબી રેખા નીચે જીવતા લોકો કે જે ગામમાં મજૂરી કામ કરે છે અને ખેતર પર આધાર રાખે છે તે લોકો માટે આશીર્વાદરૂપ આ પ્રયોગ કહી શકાય.

મનુષ્ય જો આખી જિંદગીમાં સો વૃક્ષો આવે અને તેને ઉછેરી ઘટાદાર કરે તો કદાચ વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગથી લડતા મનુષ્યને જીવનદાન સ્વરૂપ બની શકે. સરપંચના આ નિર્ણયથી ગ્રામજનો પણ ઉત્સાહભેર આ કાર્યમાં ભાગ લઇ રહ્યા છે. આ ગામમાં ૩૦૦ થી ૨૦૦ પરિવાર રહે છે. જો દરેક ઘરના લોકો ત્રણ વૃક્ષો આવે તો કદાચ હજારોની સંખ્યામાં વૃક્ષોનું રોપણ થઇ શકે અને ગામ હરીયાળુ બની શકે.

Tags:    

Similar News