ભરુચ : કોરોનાની લડાઈમાં પોલીસ પ્રશાસનની સખ્તાઈ, લોકોની મનમાની નહીં ચલાવી લેવાઈ

Update: 2020-03-27 09:31 GMT

વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાતનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ભરુચ જિલ્લાનું પ્રશાસન કોરોના સામેની લડાઈમાં સખત વલણ અપનાવી રહ્યું છે.

ત્રણ દિવસ બાદ પણ લોકોમાં પૂર્ણ સ્વરૂપે લોકડાઉનની ગંભીરતા જોવા નહીં મળતા ભરુચ જિલ્લા પોલીસ પ્રશાસન આકરું વલણ અપનાવવા મજબૂર બન્યું છે. સુરત તરફથી વતન તરફ વળતાં પ્રવાસીઓની આકરી પૂછપરછ સહિત ગાડીઓ પરત કરવાની કાર્યવાહી પણ કરાઇ રહી છે. આ સિવાય શહેરમાં લટાર મારવા નીકળી પડતાં દ્વિચક્રી વાહન ચાલકો તમજ શહેરીજનોની અટકાયત કરી રહ્યા છે.

પ્રશાસન દ્વારા આપવામાં આવેલી છૂટનો દુરુપયોગ કરતાં લોકો રોગની ગંભીરતા સમજે તે જરૂરી બન્યું છે. વડાપ્રધાન અનુસાર આ 21 દિવસમાં એક પણ ભૂલ દેશને 21 વર્ષ પાછળ ધકેલી દેશે. ત્યારે લોકો સરકારને અને પ્રશાસનને સહકાર આપી લોકડાઉનના નિર્દેશનું પાલન કરી કોરોના વાયરસને ડામવા સહયોગ કરે તે જરૂરી છે.

Similar News