ભરૂચ : કોરોના વાયરસે ડુબાડયાં રોકાણકારોના અબજો રૂપિયા, શેર માર્કેટ 25 થી 30 ટકા તુટયું

Update: 2020-03-13 11:33 GMT

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં તેની અસર બતાવી રહયો છે. ભારત સહિત વિશ્વભરના શેરબજારમાં કડાકાના કારણે રોકાણકારોના અબજો રૂપિયા ડુબી ગયાં છે.

કોરોના વાયરસના કારણે મોટાભાગના દેશોમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યાં છે. જેના કારણે વૈશ્વિક બજારોમાં છેલ્લા બે સપ્તાહથી સતત મંદીનો માહોલ ઉભો થયો છે. સ્ટોક માર્કેટ, ક્રુડ, કરન્સી અને સોનામાં કડાકા બોલાઈ રહ્યા છે. આ તમામ પરિબળોની અસર ભારતીય શેર બજારોમાં પણ રહી છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે દેશના સ્ટોક માર્કેટ સતત રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. વિશ્વના શેરબજારોમાં 25 થી 30 ટકાના કડાકાના પગલે રોકાણકારો વિમાસણની સ્થિતિમાં મુકાય ગયાં છે.

ભરૂચના શેરબજારના નિષ્ણાંત ભાવિન મોદીએ જણાવ્યું હતું કે, રોકાણકારો હાલની સ્થિતિને 2008ની મંદી સાથે સરખાવી રહયાં છે પણ તે વાસ્તવિકતા નથી. 2008માં આર્થિક મંદી હતી હાલના સમયે બેંકો અને સંસ્થાઓ પાસે પુરતાં પૈસા છે તેથી તમારી પાસે 100 રૂપિયા હોય તો પહેલાં 40 રૂપિયાનું રોકાણ, બીજી વખત 40 રૂપિયાનું અને ત્રીજી વખત 20 રૂપિયાનું રોકાણ કરો. આ પ્રકારના રોકાણથી પાંચ વર્ષે તમારૂ રોકાણ બમણું થવાની પુરેપુરી શકયતા છે.

Similar News