ભરૂચ: જંબુસરનાં કાવી ગામમાં PHC ખાતે 70 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

Update: 2021-01-28 12:39 GMT

ભરૂચ જિલ્લાનાં 28 કેન્દ્રો પર આજ રોજ કોરોનાની રસી મુકાઇ હતી. જ્યારે જંબુસર તાલુકાનાં કાવે ખાતે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી અપાવમાં આવી હતી. જેમાં સમાજમાં સેવા આપતાં અગ્રણી ડોકટરો ડો.રાકેશ પટેલ ENT સર્જન, ડો.અર્પણ ભંડારી ડેન્ટલ સર્જન, ડો.અરવિંદ પંડયા, ડો.આશીફ રીંડાણી, ડો.જુનેદ શેખ, ડો. ઉરવેશ, ડો.જયેશ પટેલ અને ડો. તૃપ્તિ જયેશ પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાવીના મેડિકલ ઓફિસર ડો. ઇદ્રીશ પટેલ તથા ડો. ઈમરાન ઘાસીયા તેમજ સ્ટાફ, આશાવર્કર્સ અને આંગણવાડીના સભ્યોને રસી આપવામાં આવી હતી.

રસીકરણની પ્રક્રિયામાં ઉપસ્થિત તબીબોએ જણાવ્યુ હતું કે, કોરોનાની રસી ધણી સુરક્ષિત છે. તેમજ કોરોના વાયરસની બીમારી સામે રક્ષણ આપે છે. કોરોના વાયરસને દુનિયામાંથી નાબુદ કરવા કોરોનાની રસી લેવી અનિવાર્ય છે.

Tags:    

Similar News