ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં બીટીપીમાં ભંગાણ, 35 કાર્યકરોએ ફાડયો છેડો

Update: 2021-01-04 12:40 GMT

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટ ણી પૂર્વે બી.ટી.પી.ને ફટકો પડ્યો છે. બી.ટી.પી.ના 35 જેટલા કાર્યકરો બી.જે.પી.માં જોડાયા છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીના ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે દરેક રાજકીય પક્ષ કામે લાગ્યો છે જેના ભાગરૂપે રાજીના આરોગ્ય પ્રધાન અને ભરુચ જિલ્લાના પ્રભારી કુમાર કાનાણીની હાજરીમાં ઝઘડીયાના સુલતાનપૂરા ગામ ખાતે ભાજપની સંગઠનલક્ષી બેઠક યોજાઇ હતી જેમાં બી.ટી.પી.ના આગેવાન નિતેશ વસાવા સહિત 35 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેઓને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્ય હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા એ.આઈ.એમ.આઈ.એમ સાથે ગઠબંધનની જાહેરત કરવામાં આવી છે જેના પગલે બી.ટી.પી.ના કાર્યકરો નારાજ હોવાની માહિતી પણ મળી રહી છે

Tags:    

Similar News